અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ અને ન્યાયતંત્ર કટિબદ્ધ બન્યું છે. વર્ષ 2023માં અમદાવાદના પાલડી વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે શખ્સોને અમદાવાદની સ્પેશિયલ કોર્ટ દ્વારા 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ડ્રગ્સ માફિયાઓ સમાજ માટે ખતરો છે અને તેઓ માફીને લાયક નથી.
શું હતી ઘટના?
વર્ષ 2023માં SOG ક્રાઇમની ટીમે બાતમીના આધારે પાલડી વિસ્તારમાં રેડ કરીને તોફિક શેખ અને સૂફીયાન સૈયદ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 51 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
