અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂ અને બિયરના ગેરકાયદે વેચાણ વિરુદ્ધ PCB (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) એ મોટી કાર્યવાહી કરી છે. ગુપ્ત બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે મોટી માત્રામાં વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડી એક શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં પોલીસનો દરોડો

PCBની ટીમને બાતમી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં આવેલી રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં એક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતા દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી બિયરનો મોટો સ્ટોક મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

પોલીસે ઘટનાસ્થળેથી કુલ 333 નંગ વિદેશી બિયરના ટીન જપ્ત કર્યા. બિયર અને અન્ય સાહિત્ય મળી કુલ રૂપિયા 79,700/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે. મકાન માલિક પવન ભવરલાલ સોલંકી (ઉંમર વર્ષ 22) ની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Surat: સચિન GIDC પોલીસે આંતરરાજ્ય ગુનાનો ભેદ ઉકેલ્યો, તમિલનાડુમાં ચોરી કરી સુરતને આશરો બનાવનારા બે શખ્સો ઝડપાયા