શહેરના સરદારનગર વિસ્તારમાં પીસીબીએ ઓચિંતો દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતની દારૂ અને બીયરની બોટલો જપ્ત કરી છે.
301 બોટલો અને 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત
પીસીબીની ટીમે બાતમીના આધારે સરદારનગરમાં દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 301 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના આ જથ્થા સહિત અંદાજે 2.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.










