રાજકોટ શહેર એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને અત્યંત કિંમતી અને પ્રતિબંધિત ગણાતા એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ અમદાવાદના રહેવાસી છે અને રાજકોટમાં આ પ્રતિબંધિત જથ્થો વેચવા માટે ગ્રાહકોની શોધમાં હતા.


રાજકોટમાં એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો

SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે બે શખ્સો ગેરકાયદે એમ્બરગ્રીસનો જથ્થો લઈને રાજકોટમાં વેચાણ અર્થે ઘૂમ્યા છે. પોલીસે છટકું ગોઠવીને 0.462 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે સુમિત ધુમલ અને મયુર ભાવસાર નામના બે શખ્સોને દબોચી લીધા હતા. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 46 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.

ગ્રાહકોની શોધમાં હતા આરોપીઓ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપીઓ અમદાવાદથી એમ્બરગ્રીસનો જથ્થો લઈને રાજકોટ આવ્યા હતા. તેઓ અહીં કોઈ મોટો ગ્રાહક શોધીને આ જથ્થો વેચી દેવાની ફિરાકમાં હતા, પરંતુ સોદો પાર પડે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા.


આ પણ વાંચો: Chhota Udepur: એસટી બસ અને પાઇપ ભરેલા ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર, 15 મુસાફરોનો આબાદ બચાવ


  • Follow us on: