છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે સુરખેડા ગામ પાસે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ફેરકુવાથી પરત છોટાઉદેપુર આવી રહેલી એસટી ડેપોની બસ અને પાઇપો ભરેલા ટ્રેલર વચ્ચે થયેલી આ ટક્કરને પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.


રાહદારીને બચાવવા જતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, બસ જ્યારે સુરખેડા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક વ્યક્તિ રોડની વચ્ચે આવી ગઈ હતી. આ વ્યક્તિને બચાવવા માટે બસના ચાલકે કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન બસ પાઇપ ભરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રોડની વચ્ચે આવી ગયેલી વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે છોટાઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મુસાફરોનો ચમત્કારિક બચાવ

અકસ્માત સમયે એસટી બસમાં અંદાજે 15 જેટલા મુસાફરો સવાર હતા. બસ અને ટ્રેલરની ટક્કર જોરદાર હોવા છતાં, બસમાં સવાર તમામ મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો છે. તમામ પેસેન્જરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મોટી હોનારત ટળી હતી.

આ પણ વાંચો: Jambusar: ઘરના આંગણે પાર્ક કરેલી કાર બની આગનો ગોળો, ગાડીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ


  • Follow us on: