શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે PCB દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે PCBની ટીમે શહેરના સરદારનગર વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા મળી છે અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.


સરદારનગરમાં PCB ના દરોડા

PCB દ્વારા કરવામાં આવેલા આ દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે રૂ. 1.74 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી અમિત સિંધીની ધરપકડ કરી છે. દારૂ, રોકડ અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ રૂ. 1.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો

PCBની ટીમે પકડાયેલા આરોપી અમિત સિંધી અને જપ્ત કરેલા દારૂના જથ્થા સહિતના મુદ્દામાલને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે એરપોર્ટ પોલીસને સોંપી દીધો છે. એરપોર્ટ પોલીસ હવે આ મામલે ગુનો નોંધીને એ તપાસ કરશે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.

આ પણ વાંચો: Local body election 2026: 25 વર્ષની અનદેખીનો જનતાએ આપ્યો જવાબ, વિકાસના પ્રશ્નોને લઈ બે વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર

  • Follow us on: