વડાપ્રધાન મોદીએ આજે સવારે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં અધિકારીઓ સાથે બેઠક કરીને આશ્રમના રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરી હતી. તેમણે સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતાં. હવે ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ ગાંધી આશ્રમમાં પહોંચી ગયાં છે. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને અંજલી અર્પણ કરી હતી. 


[[$googlead]]

જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમને લઈને એક સંદેશો પણ લખ્યો

ગાંધી આશ્રમમાં જર્મન ચાન્સેલર અને વડાપ્રધાન મોદીએ ગાંધીજીની તસ્વીર પર સુતરની આંટી પહેરાવી હતી. ત્યાર બાદ રેંટિયો પણ કાંત્યો હતો. જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમને લઈને એક સંદેશો પણ લખ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદી તેમની સાથે ઉભા રહ્યા હતાં. બંને નેતાઓએ આશ્રમમાં ગાંધીજી વિશે માહિતી મેળવી હતી. જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની ડાયરીમાં નોંધ કરી હતી. તેમણે આશ્રમની મુલાકાતનો અનુભવ વર્ણવ્યો હતો. 

દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે.આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.

[[$alsoread]]

વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે બેઠક કરી

વડાપ્રધાન મોદી આજે સવારે અમદાવાદમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતાં. વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ કરી સમગ્ર પ્રોજેક્ટની જાણકારી મેળવી છે.


આ પણ વાંચોઃ જર્મનીના ચાન્સેલર બે દિવસ ભારતના પ્રવાસે, 52 હજાર કરોડના પનડુબી સોદા પર લાગી શકે છે મહોર


  • Follow us on: