જર્મનીના ચાન્સેલર ફ્રિડરિખ મેર્ઝ તેમના પ્રથમ એશિયા પ્રવાસના ભાગરૂપે બે દિવસ માટે ભારત (અમદાવાદ) પહોંચ્યા છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી શિષ્ટાચાર નથી, પરંતુ ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થવાની છે.
વ્યૂહાત્મક ભાગીદારી અને સંરક્ષણ સોદો
આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ ભારતીય નૌસેના માટે છ અદ્યતન પનડુબીઓ (Submarines) બનાવવાનો પ્રસ્તાવ છે. અંદાજે ₹52,500 કરોડના આ મેગા પ્રોજેક્ટ હેઠળ જર્મનીની દિગ્ગજ કંપની ‘થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ’ અને ભારતની ‘માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ વચ્ચે ટેકનોલોજીના હસ્તાંતરણ અને નિર્માણ અંગે સમજૂતી થઈ શકે છે.
આ સોદો ભારત માટે કેમ મહત્વનો છે?
વૈશ્વિક રાજનીતિમાં જ્યારે અસ્થિરતા વધી રહી છે અને હિંદ મહાસાગરમાં પડોશી દેશોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે ભારત માટે તેની નૌકાદળ શક્તિમાં વધારો કરવો અનિવાર્ય છે. આ ડીલથી ભારતને નીચે મુજબના ફાયદા થશે:
આ ડીલથી ભારતને શું ફાયદો થશે?
ભારતીય નૌસેના ની શક્તિ અને ક્ષમતામાં વધારો થશે.
સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
ભારતને અદ્યતન જર્મન પનડુબી ટેકનોલોજી મળશે.
સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાને મજબૂતી મળશે.
હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત થશે.
આર્થિક અને રાજદ્વારી પાસાઓ ચાન્સેલર મેર્ઝ અને પીએમ મોદી વચ્ચે માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ વેપાર, ગ્રીન એનર્જી અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ રોકાણ વધારવા અંગે ચર્ચા થશે. જર્મની યુરોપમાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે, અને આ મુલાકાત બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.
આ પણ વાંચોઃ Weather Updates કડકડતી ઠંડીથી દિલ્હી સહિત અનેક રાજ્યો ઠુંઠવાયા, તાપમાન 3°Cથી નીચે નોંધાયું