અમદાવાદ-રાજકોટ હાઈવે પર સ્થિત બગોદરા પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રકને રોકીને તલાશી લીધી હતી. આ તલાશી દરમિયાન ટ્રકમાંથી ગુપ્ત રીતે છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતો નીચે મુજબ છે; વિદેશી દારૂની કુલ બોટલો: 16,608 નંગ, દારૂની અંદાજિત કિંમત: રૂ.58,02,000, કુલ મુદ્દામાલ: રૂ.1,37,64,956(દારૂ, વાહન અને અન્ય સાધનો સહિત).


વિદેશી દારુની 58 લાખની 16,608 બોટલ ઝડપાઇ

બગોદરા પોલીસે આ મામલે ટ્રક ચાલક સહિત સંડોવાયેલા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કયા બુટલેગરે મંગાવ્યો હતો તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા દારૂ સામે પોલીસની આ એક મોટી સફળતા ગણાય છે. આ કાર્યવાહીને પગલે હાઈવે પર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: