સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં..

આ ખરો વહિવટદાર, ફરજ ટ્રાફિકમાં અને વહિવટ પાંચ પોલીસ મથકનો ?

અમદાવાદ એરપોર્ટની નજીક આવેલા એક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને લોટરી લાગી છે. આ કહેવું એટલે અતિશયોક્તિભરેલું નથી કેમ કે ભાઈ પાંચ પોલીસ મથકનો જોરદાર વહિવટ ચલાવી રહ્યા છે. ટ્રાફિકની સાથે ઉચ્ચ અધિકારીના વહિવટને પણ સાચવી રહેલા આ "ભુપ"ને લક્ષ્મીજી ફળ્યા છે. નામ અને કર્મ એકસાથે કામ કરે તો બધુ શક્ય બને એ નક્કી છે.

પશ્ચિમ વિસ્તારના દબંગ PIએ આદેશ કર્યો, રાત્રે કિટલીઓ બંધ કરાવો નહીતર K કંપનીમાં કામ કરવાનો વારો આવશે

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોલેજની નજીક આવેલા અને મોટા બસ સ્ટેન્ડની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનના પીઆઈ કામની રીતે દંબગ છે અને તેઓ કોઈ પણ ગુનેગારને છોડવા માટે તૈયાર નથી, તેમણે તેમના ડી-સ્ટાફ અને પીસીઆર વાનને સૂચના આપી છે કે, લુખ્ખાઓને રોડ પર બેસવા ના દો અને કિટલીઓ મોડી રાત સુધી ધમધમે છે તેને બંધ કરાવો અને જે પણ સ્ટાફ નાઈટની કામગીરી નહી કરે તેને કે કંપનીમાં મૂકી દેવામાં આવશે અને કિટલી બંધ કરાવો તેના ફોટા પણ ગ્રુપમાં મૂકવા માટે આદેશ કર્યો છે.

કિટલી સર્કલ નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ ગુલ્લી મારતા ઝડપાઈ, PIએ બોલાવીને કીધુ મને પણ ખબર પડે છે

અમદાવાદમાં પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ કામ કરતા હોય છે, ત્યારે રજાના દિવસે એટલે કે રવિવારના દિવસે ઘણા પોલીસકર્મીઓને એમ હોય કે અમારી પણ કોણ ધ્યાન આપતું હશે, પણ તેમની ભૂલ છે કે, તમારા સાથી કર્મીઓ પણ પીઆઈને જાણ કરી દેતા હોય છે કે સાહેબ આ બેન કે આ ભાઈ લાંબા સમયથી હાજર નથી, ત્યારે કિટલી સર્કલ નજીક આવેલા એક પોલીસ સ્ટેશનમાં પણ કંઈક આવું જ થયું, બેન 4 કલાક ગુલ્લી મારીને જતા રહ્યાં, એમ થયું કે કોને ખબર પડશે પણ પીઆઈને આ વાતની જાણ થતા તેમને કેબિનમાં બોલાવીને ઠપકો આપ્યો અને કહ્યું કે, બેન આજે તમે રજા જ લઈ લો તમારી રજા હું મંજૂર કરી દઉ છે, એવું કહેતાની સાથે બેન સેલ્યુટ કરીને નાનું મોઢું લઈ બહાર નીકળી જાય છે.

શહેરના પોશ વિસ્તારના પોલીસ મથકના કર્મીઓ ગરીબોને તો બક્ષો ભાઈ !

તાજેતરમાં એક મહિલાએ આ સત્ય હકિકત જણાવતા જણાવ્યું કે તેમના કોઈ સગા ગુમ થઈ ગયા છે અને તેમણે એસજી હાઈવે નજીકના એક પોલીસ મથકનો સંપર્ક કર્યો. લેખિતમાં અરજી આપ્યા બાદ પોલીસ કર્મીને ફોટો આપવા ગયા તો બહેન પાસે ચા પાણીના પૈસાની અપેક્ષા રાખવામાં આવી. હવે આટલા મોટા પોલીસ મથકમાં જો ગરીબો કરતા ચા પાણીની વધારે પડી હોય તો પછી અરજદારોની આંખોમાં આક્રોશના ‘શોલા’ જોવા મળવા સ્વાભાવિક જ છે.

શહેરનો રિવરફ્રન્ટ પરિવાર માટે બનાવાયો છે કે લવરિયાઓ અને લફરેબાજો માટે?

એક તરફ મહિલાઓની સલામતીને લઈ ડ્રાઈવ યોજતી શહરે પોલીસે હવે ફરજીયાત રાઉન્ડ રિવરફ્રન્ટ પર મારવાની જરૂર છે. પરિવાર સાથે કે પછી બાળકોને સાયકલિંગ કરાવવા લઈ જતી મહિલાઓ રિતસર શરમમાં મુકાઈ જાય તેવી હરકતો તેમની જ સામે થતી હોય છે. કુમળા માનસ વાળા બાળકો ક્યારેક સવાલ પુછી લે તો જવાબ શું આપવો તે મહિલાઓને ખબર નથી પડતી, હદ તો એ છે કે આજુબાજુ ઉંચાઈ એ રહેનારાઓ માટે સોફ્સ્ટિકેટેડ બ્લ્યુ પિક્ચર ન જોવા પડે એટલે બારીઓ બંધ કરી દે છે. રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ હોય કે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ હોય, જરા ડોકુ નાખીને રીવરફ્રન્ટ પરના વોક વે પર અને બહારની સાઈડ કપલ કેવી હાલતમાં બેઠા હોય છે તે જોવા જરા વોક વે પર પણ પેટ્રોલિંગ કરાશે તો બંધ આંખો ખુલી જશે.. આ બધાના કારણે જ નકલી પોલીસ, પૈસાની હપ્તાખોરીઓ પણ બહારી આવી છે.

આ પણ વાંચો : Gujarat Police Recruitment 2025 : ગુજરાત પોલીસમાં મોટી ભરતી કરાશે, PSIની 858 અને LRDની 12733 જગ્યા પર ભરતી થશે