અમદાવાદના યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં આવતા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા છે. શ્રી સોસાયટી પાસે આવેલી સેન્ટેરિયલ વિસ્ટા નામની આલીશાન બિલ્ડિંગમાં દારૂની મહેફિલ જામી હોવાની સચોટ બાતમી મળતા પોલીસે રાત્રિના સમયે ઓપરેશન હાથ ધર્યું હતું.


[[$googlead]]

હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા 

પ્રાપ્ત વિગતો અનુસાર, આ દારૂની પાર્ટીનું આયોજન એક જાણીતા બિલ્ડરના પુત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉતરાયણના તહેવારના બહાને મિત્રોને એકઠા કરી ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી. પોલીસ જ્યારે ફ્લેટમાં પ્રવેશી ત્યારે નબીરાઓ દારૂના નશામાં ચૂર જોવા મળ્યા હતા.

18 લોકોની ધરપકડ અને તપાસ

પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ 30 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી હાલમાં 18 લોકોની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આ તમામના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

[[$alsoread]]

પોલીસની કડક કાર્યવાહી

યુનિવર્સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પકડાયેલા તમામ લોકો હાઈપ્રોફાઈલ પરિવારના હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ પાર્ટીમાં અન્ય કોઈ માદક પદાર્થોનો ઉપયોગ થયો હતો કે કેમ.

આ પણ વાંચો: લાડોલમાં પતંગના પેચ લડાવવા મુદ્દે લોહિયાળ જંગ, પેટમાં છરીના ઘા ઝીંકાયા, 11 સામે ફરિયાદ

  • Follow us on: