શહેરના શાહપુર પોલીસ મથકની ટીમે ગેરકાયદેસર ગૌ-માંસના વેચાણ પર સપાટો બોલાવ્યો છે. શાહપુરના કુરેશી ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ઓચિંતી તપાસમાં અંદાજે 350 કિલો ગૌ-માંસનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાહપુરમાંથી ગૌ-માંસનો જથ્થો મળ્યો

શાહપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કુરેશી ચોક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગૌ-માંસનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી 350 કિલો જેટલું ગૌ-માંસ મળી આવ્યું હતું, જેની કિંમત અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા 70,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીની ધરપકડ અને કાયદેસરની તપાસ

પોલીસે આ મામલે સ્થળ પર હાજર આરોપી મોહમ્મદ તાસીન અબ્દુલ રઝાક કુરેશીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં ગૌ-માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ રેકેટમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે.

આ પણ વાંચો: Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને ગણાવી ઐતિહાસિક, ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોને મળશે નવો વેગ