ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના વેપાર કરાર (Trade Deal) ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે આ કરારને બંને દેશોના મજબૂત થતા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ભવ્ય સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
વેપારમાં સારા સમાચાર અને ટેરિફમાં ઘટાડો
મુખ્યમંત્રીએ આ કરારના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ ડીલથી ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો પરના ટેરિફ (વેરા) માં મોટો ઘટાડો થશે. ટેરિફ ઘટવાને કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે, જેનો સીધો ફાયદો ભારતના નિકાસકારો અને ખાસ કરીને ગુજરાતના ઉદ્યોગ જગતને થશે.










