ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં આપવામાં આવેલી છૂટછાટ અંગે કોંગ્રેસે કરેલી ટીકાઓનો ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જડબાતોડ જવાબ આપ્યો છે. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના આક્ષેપો સત્યથી વેગળા છે અને તેમને ઇટાલીના ચશ્મા પહેર્યા હોવાથી ગુજરાતનો આધુનિક વિકાસ દેખાતો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી આજે દેશનું એકમાત્ર એવું ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર છે જ્યાં 500થી પણ વધારે ગ્લોબલ કંપનીઓ કાર્યરત છે. કોંગ્રેસ માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરી રહી છે અને ગુજરાતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.


દેશનું એકમાત્ર ફાઇનાન્સિયલ હબ

દારૂબંધીના મુદ્દે ભાજપે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીની નીતિમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. રાજ્યમાં દારૂબંધી કડક રીતે અમલમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. ગિફ્ટ સિટીમાં જે છૂટછાટ આપવામાં આવી છે તે અત્યંત કડક નિયમો અને ચોક્કસ પ્રોટોકોલ સાથે માત્ર બિઝનેસ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે છે. ભાજપે સ્પષ્ટ કર્યું કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનાર સામે કોઈ પણ સંજોગોમાં નરમાશ દાખવવામાં આવશે નહીં. વિપક્ષે વિકાસના મુદ્દે રાજનીતિ કરવાને બદલે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ.

આ પણ વાંચો : Surat News : 7 વર્ષની બાળકીની દીક્ષા મામલે નવો વળાંક, પિતાની અરજીને વકીલે ગણાવ્યો 'પબ્લિસિટી સ્ટંટ'

  • Follow us on: