ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની 858 જગ્યાઓ માટે આજે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના કુલ 371 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે, જેમાં કુલ 1,10,680 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવશે.

ગુજરાતમાં આજે PSI ભરતીની લેખિત પરીક્ષા

પરીક્ષા પ્રક્રિયાને સરળ બનાવવા માટે બે સત્રમાં આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:30 થી બપોરે 12:30 સુધી અને બપોરે 3:00 થી સાંજે 6:00 સુધી રહશે.પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. રાજ્યભરમાં 8000થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે.તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ છે.સમગ્ર પરીક્ષા પ્રક્રિયાનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવશે.કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરતમાં વિશેષ તૈયારીઓ

સુરત શહેરની વાત કરીએ તો, અહીં 69 કેન્દ્રો પર કુલ 20,700 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. સુરત વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ કેન્દ્રો પર મોનિટરિંગ પ્રક્રિયા સઘન બનાવી દેવામાં આવી છે. પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પરિવહન અને બેઠક વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: કમોસમી વરસાદથી કેરી અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ, જગતના તાતની ચિંતા વધી