અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા રેલવે પેસેન્જરો માટે કામના સમાચાર છે. રેલવે પ્રશાસન દ્વારા સાબરમતી સ્ટેશન પર જરૂરી એન્જિનિયરિંગ કામગીરી કરવા માટે આગામી 19 એપ્રિલના રોજ 'રેલવે બ્લોક' લેવામાં આવનાર છે. આ બ્લોકને કારણે સાબરમતી સ્ટેશન પરથી પસાર થતી બે મુખ્ય ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સાબરમતી રેલવે સ્ટેશન પર 19 એપ્રિલે 'મેજર બ્લોક
રેલવે તંત્ર દ્વારા લેવામાં આવેલા બ્લોકને કારણે બે ટ્રેનો પ્રભાવિત થશે. પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ.આ ટ્રેન નિર્ધારિત તારીખે સાબરમતી રેલવે સ્ટેશન પર ઊભી રહેશે નહીં.ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ, આધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત ટ્રેન પણ બ્લોક દરમિયાન સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેશે નહીં.
