ટ્રેન સંખ્યા 09419 અને 09525 ના વિસ્તારીત ફેરાઓનું બુકિંગ 01 ફેબ્રુઆરી, 2026 થી પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ, સ્થળો તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ ટ્રેનોના ફેરા વિસ્તારીત કરાયા
01-ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ, જેને 26 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે.
02-ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ જેને 01 માર્ચ, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે વધારીને 03 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે.
03-ટ્રેન સંખ્યા 09525 હાપા–નાહરલગુન સ્પેશિયલ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 30 ડિસેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે.
04-ટ્રેન સંખ્યા 09526 નાહરલગુન–હાપા સ્પેશિયલ, જે અગાઉ 28 ફેબ્રુઆરી, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેની હવે વધારીને 02 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ