હાલમાં રેલવન એપ પર આર-વૉલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરવાથી 3% બોનસ કેશબેકની સુવિધા ઉપલબ્ધ છે. હવે આ પહેલને આગળ વધારતા એવું નક્કી કરવામાં આવ્યું છે કે રેલવન એપ પર આર-વૉલેટ ઉપરાંત તમામ ડિજિટલ ચુકવણી માધ્યમો દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવાથી યાત્રીઓને 3% છૂટ આપવામાં આવશે.


અગાઉની જેમ 3% બોનસ કેશબેકની સુવિધા યથાવત ચાલુ રહેશે

આર-વૉલેટ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગની સ્થિતિમાં અગાઉની જેમ 3% બોનસ કેશબેકની સુવિધા યથાવત ચાલુ રહેશે. આ 3% છૂટ/લાભની સુવિધા 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન CRIS દ્વારા યોજનાના પ્રભાવ અંગેનો ફીડબેક મે મહિનામાં રેલવે બોર્ડને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આગળની સમીક્ષા કરી શકાય. આ નિર્ણય અનુસાર રેલવન એપમાં જરૂરી ટેકનિકલ ફેરફારો કરવામાં આવશે. રેલવે બોર્ડની આ પહેલ યાત્રીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા પ્રોત્સાહિત કરશે તેમજ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે.

2 જાન્યુઆરી 2026 સુધી સાબરમતી અને ખોડિયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 240 (ત્રાગડ રોડ ફાટક) બંધ રહેશે

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 240, કિમી 773/4-6 (ત્રાગડ રોડ ફાટક) 2 જાન્યુઆરી 2026 સુધી સમારકામ કાર્ય (AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજ વર્ક) માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ લેવલ ક્રોસિંગ નંબર 241 અંડરપાસ ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે થઈને મુસાફરી કરી શકશે.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢ મનપાના આ અધિકારી પાસેથી મળી આવી 1.70 કરોડની અપ્રામણસર મિલકત, ACBએ ગુનો નોંધ્યો


 

  • Follow us on: