તેમણે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને કાર્યોની ગુણવત્તા અને સમયબદ્ધતા સુનિશ્ચિત કરવાના સૂચનો આપ્યા. ભારતીય રેલ દેશભરમાં 1300થી વધુ સ્ટેશનોના સુધારણા અને આધુનિકીકરણના કાર્ય કરી રહી છે, જેમાં અમદાવાદ સ્ટેશન એક મુખ્ય પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ હેઠળ ત્રણ નવા પ્લેટફોર્મ જોડવામાં આવશે, જેના કારણે ટ્રેનોના સંચાલનની ક્ષમતામાં વૃદ્ધિ થશે. સ્ટેશનને કાલુપુર અને સરસપુર બન્ને તરફથી આધુનિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને તેને વિશ્વસ્તરીય મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

કોંકોર્સ સંરચના માટેની એરેક્શન પ્રક્રિયા પ્રગતિ પર છે

સમીક્ષા દરમિયાન પ્રસ્તુત પ્રગતિ વિગત મુજબ, એમએમટીએચ (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) ભવનના દક્ષિણ દિશાના નીચેના ભાગનું 58.2% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ઉપરના ભાગનું 24.0% કાર્ય પ્રગતિ પર છે. એમએમટીએચ ભવનની 7મી અને 8મી મંજિલ પર નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે.પાર્સલ ભવન T–6નું 99.0% કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. એલિવેટેડ રોડ પ્રોજેક્ટનું 67.3% કાર્ય પૂર્ણ છે અને પિયર સંખ્યા P-1 થી P-41 સુધીના તમામ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યા છે. સ્ટેશન ભવન (કોંકોર્સ અને મેઝેનાઇન/રૂફ ની સંરચના)નું 20.8% કાર્ય પૂર્ણ છે અને કોંકોર્સ સંરચના માટેની એરેક્શન પ્રક્રિયા પ્રગતિ પર છે.

 7 એકર વિસ્તારમાં મેઝેનાઇન પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યા છે

પરિસરને વિશ્વસ્તરીય મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં પર્યાપ્ત પાર્કિંગ, એલિવેટેડ રોડ સિસ્ટમ, સુસજ્જ પ્લાઝા, વિસ્તૃત કોંકોર્સ અને આધુનિક યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ હશે. વારસાગત સંરચનાઓ—‘ઈંટ મીનાર’ અને ‘ઝૂલતા મીનાર’—નું સંરક્ષણ પણ પ્રોજેક્ટનો અભિન્ન ભાગ છે. લગભગ 15 એકર વિસ્તારમાં કોંકોર્સ પ્લાઝા અને 7 એકર વિસ્તારમાં મેઝેનાઇન પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યા છે, જ્યાં આધુનિક વેઇટિંગ એરિયા, સ્વચ્છ શૌચાલય, ફૂડ કોર્ટ અને વ્યાવસાયિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. સ્ટેશનને હરિત ભવન તરીકે વિકસાવતા વખતે ઊર્જા કાર્યક્ષમતા, પાણી સંરક્ષણ અને નવિનીકૃત ઊર્જાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ, સ્વચાલિત પાર્સલ મેનેજમેન્ટ અને દિવ્યાંગજ અનુકૂળ સુવિધાઓ પણ પ્રોજેક્ટનો મુખ્ય ભાગ છે.

પ્રમુખ નિર્માણ પ્રવૃત્તિઓની વર્તમાન સ્થિતિ:

•સંરચનાત્મક સ્ટીલ ફેબ્રિકેશન પાંચમી મંજિલ સુધી પૂર્ણ; છઠ્ઠી થી આઠમી મંજિલ સુધી લગભગ 70% પૂર્ણ.

•સંરચનાત્મક એરેક્શન પાંચમી મંજિલ સુધી પૂર્ણ; છઠ્ઠી થી આઠમી મંજિલનું એરેક્શન કાર્ય પ્રગતિ પર.

•ડેક સ્લેબ કાસ્ટિંગ ચોથી મંજિલ સુધી પૂર્ણ; પાંચમી મંજિલની સ્લેબ કાસ્ટિંગ લગભગ 50% પૂર્ણ.

•પાંચમી મંજિલ પર કૉલમ એન્કેસિંગ કાર્ય પ્રગતિ પર.

•બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં બ્લોક વર્ક અને પ્લાસ્ટર લગભગ 85% પૂર્ણ; પ્રથમ માળ પર બ્લોક વર્ક પ્રગતિ પર.

•પ્લેટફોર્મ સંખ્યા 10 અને લાઇન સંખ્યા 16 પર પ્લેટફોર્મ રીસર્ફેસિંગ, એમઇપીએફ (મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ અને ફાયર ફાઈટીંગ) તેમજ બીએલટી (બેલાસ્ટલેસ ટ્રેક) કાર્ય પૂર્ણ.

•પ્લેટફોર્મ સંખ્યા 9 અને લાઇન સંખ્યા 15 પર બીએલટી (બેલાસ્ટલેસ ટ્રેક) કાર્ય પૂર્ણ; પ્લેટફોર્મ રીસર્ફેસિંગ કાર્ય પ્રગતિ પર.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આધુનિક રેલવે અવસંરચના અને સંરક્ષિત વારસાગતના સંતુલિત સંયોજનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ થશે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના છાણીમાં બે મંદિરમાં તસ્કરોએ કર્યો હાથફેરો, દાનપેટી અને પાદુકાની ચોરીને આપ્યો અંજામ