ટ્રેન નંબર 09009, 09010, 09011, 09012, 09017 અને 09018નું બુકિંગ 22 જાન્યુઆરી, 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ , સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
01-ટ્રેન નંબર 09009/09010 – બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ (10 ફેરા)
ટ્રેન નંબર 09009 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશ્યલ દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી 19:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 09:50 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.તે જ રીતે, ટ્રેન નંબર 09010 ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ દર સોમવારે ભુજથી 14:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 05:10 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે, આ ટ્રેનમાં એસી–2 ટિયર, એસી–3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે.
02-ટ્રેન નંબર 09011/09012 – બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ (10 ફેરા)
ટ્રેન નંબર 09011 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશ્યલ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 23:55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 14:30 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરી થી 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. તે જ રીતે, ટ્રેન નંબર 09012 ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ દર બુધવારે ભુજથી 17:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરી થી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે: આ ટ્રેનમાં એસી–2 ટિયર, એસી–3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.
03-ટ્રેન નંબર 09017/09018 – બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશ્યલ (10 ફેરા)
ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશ્યલ દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. તે જ રીતે, ટ્રેન નંબર 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ દર સોમવારે વેરાવળથી 11:05 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 04:55 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર રોકાશે, આ ટ્રેનમાં એસી–2 ટિયર, એસી–3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.
23 થી 25 જાન્યુઆરી દરમિયાન કલોલ–કડી રેલખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.15 અને 17 બંધ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કલોલ–કડી ખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. ૧૫ તથા રેલવે ક્રોસિંગ નં. ૧૭ પર ઓવરહોલિંગ અને મશીન ટેમ્પિંગ કાર્ય માટે તારીખ 23.01.2026ના સવારે 08:00 વાગ્યાથી તારીખ 25.01.2026ના સાંજે 18:00 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓને રેલ ઓવર બ્રિજ તેમજ થોલ આરયુબી (કડી સિટી) નો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે.













