આરોપી સરદાર ભારથાજી ડુંગાઇસને આજીવન કેદની સજા પાલનપુર પોકસો કોર્ટે ફટકારી છે, આરોપીને કોર્ટે સજા સાથે રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. અંબાજી પંથકમાં 24 જૂન 2025એ બજારમાં કરિયાણું લેવા નીકળેલી સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ અને રાજસ્થાનના આબુરોડના ડેરી ગામના સરદાર ભારથાજી ડુંગાઈસા નામના શખ્સએ સગીરાને લલચાવી એક્ટિવા પર બેસાડી ઝાડી વિસ્તારમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ.


સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને સજા

પાલનપુરની પોક્સો કોર્ટના જજ અમિત જે કાનાણીએ આરોપી સરદારને આજીવન કેદ સાથે ફટકર્યો રૂ. 50 હજારનો દંડ, અંબાજીમાં 24 જૂન 2025ના રોજ બજારમાં કરીયાણું લેવા સગીરા ગઈ હતી અને તે ગુમ થઈ હતી અને શોધખોળ બાદ સામે આવ્યું કે નરાધમ એકટિવા પર બેસાડીને યુવતીને ઝાડીઓમાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ લગ્નનની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તો શોધખોળ બાદ પરિજનોએ પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો અને ફરિયાદ નોંધાઈ હતી.

પાલનપુરની પોકસો કોર્ટમાં ચાલતો હતો કેસ

પાલનપુરની સ્પેશ્યલ પોકસો અને બીજી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ અમિત જે. કાનાણીએ સરકારી વકીલ દિનેશકુમાર એચ. છાપીયાની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા અને આરોપીને સજા ફટકારી છે.


આ પણ વાંચો : Gandhinagar News : ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું છે


  • Follow us on: