પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોતને પગલે ભારે હોબાળો મચી ગયો છે. મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. મહિલાને પ્રસૂતિ માટે ગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન જ મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું.
ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદરકારીને કારણે જ મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોક સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનો ગઢ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં સુધી ડોક્ટર સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનોએ પોતાની માંગણીઓ સાથે પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ આપી છે.













