બનાસકાંઠાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયા બાદ 'સંદેશ ન્યૂઝ' દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શાળામાં બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અત્યંત નબળી છે. વિદ્યાર્થીઓએ કેમેરા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમને નિયમિત રીતે ફ્રૂટ આપવામાં આવતું નથી અને ભોજન પણ ઘણીવાર ખરાબ હોય છે. રિયાલિટી ચેક દરમિયાન બાળકો જાતે જ ભોજન પીરસતા જોવા મળ્યા હતા, જે શાળાના કથળેલા વહીવટના પુરાવા આપે છે.


જગાણા સ્કૂલ વિવાદ

ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, માત્ર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 38 વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ અન્ય અનેક વિદ્યાર્થીઓ પણ ફૂડ પોઈઝનિંગની અસરોને કારણે હોસ્ટેલ અને સ્કૂલ કેમ્પસમાં જ સારવાર લઈ રહ્યા હતા. તંત્ર દ્વારા જે પાકા આવાસ અને પૌષ્ટિક આહારના દાવા કરવામાં આવે છે, તે રિયાલિટી ચેકમાં પોકળ સાબિત થયા છે. સ્કૂલ કેમ્પસમાં ગંદકી અને ભોજન બનાવવાની અસ્વચ્છ જગ્યા જોઈને તંત્રની લાલિયાવાડી સ્પષ્ટ રીતે બહાર આવી છે. આ ઘટના બાદ હવે જવાબદાર એજન્સી કે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો : Surat મનપાના વાયદા પોકળ, કતારગામ-અમરોલી બ્રિજનું મુહૂર્ત ક્યારે? જનતામાં ભારે રોષ

  • Follow us on: