ટ્રેન નં. 01920ની બુકિંગ 11 ફેબ્રુઆરી 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

ટ્રેન નંબર 01920/01919 અસારવા–આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ (42 ટ્રિપ)

01-ટ્રેન નંબર 01920 અસારવા–આગ્રા કેન્ટ સ્પેશલ 02 માર્ચથી 30 માર્ચ 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) અસારવાથી દરરોજ 14.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07.45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ 01 માર્ચથી 29 માર્ચ 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) આગ્રા કેન્ટથી દરરોજ 18.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.10 વાગ્યે અસારવા પહોંચશે.

02-માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.


આ પણ વાંચો : Education News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ