રાજ્યમાં એક તરફ આકરી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન બન્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે.આગામી બે દિવસ સુધી રાજ્યમાં તાપમાન 40થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.જેના કારણે ગરમીનો માર યથાવત રહેશે.પરંતુ ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામે તેવી આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ 30 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં માવઠાની શક્યતા છે. જ્યારે 31 મેના રોજ કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.આ સાથે 1 જૂનના રોજ અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
