ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમ પવનને કારણે ઉકળાટની અસર જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. બીજી તરફ રાજકોટમાં આકરા તાપ સાથે લૂ વરસાવતા ગરમ પવન ફૂંકાયા છે. શહેરમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 4થી 8મે દરમિયાન રાજ્યમાં હવામાનમાં પલટો આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 4થી 8મે દરમિયાન રાજ્યમાં હવામાન પલટાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. 11થી 20મે દરમિયાન તીવ્ર ગરમી પડી શકે છે. તાપમાન 44થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મે મહિનાના મધ્ય ગાળામાં પ્રિમોન્સૂન પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે.
