ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું જોર યથાવત છે. બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. એકથી બે ડિગ્રી સુધી તાપમાન ઘટશે. રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી ગરમી નોંધાઈ છે. અમદાવાદમાં 43.2, ડીસામાં 41.2, ગાંધીનગરમાં 42.8, વડોદરામાં 40.4, કંડલામાં 39.6,કચ્છમાં 39.1, અમરેલીમાં 41.7,ભાવનગરમાં 42.2, રાજકોટમાં 42.7, સુરતમાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે માવઠાની આગાહી કરી
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.આગામી 30,31 મે અને પહેલી જૂને રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.30મી મેના રોજ બનાસકાંઠા,અરવલ્લી, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે.જ્યારે 31મી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદ થઈ શકે છે.આ ઉપરાંત પહેલી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ભાવનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.
