રાજ્યમાં ગરમી વચ્ચે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
24 કલાક બાદ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક બાદ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે. ફરી ગરમીમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે.
