જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. EDએ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ઉલ્લેખનિય છે કે રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર હતા જ્યારે જમીન કૌંભાડ સર્જાયું હતું.

EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી

EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી અને પૂછપરછ સહિતની તપાસ માટેની કાનૂની કાર્યવાહી શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે તત્કાલિન કલેક્ટર પર જમીન સંબંધિત ગેરકાયદેસર કામગીરીના અનેક મુદ્દા સામે આવ્યા છે.

મોબાઈલ ડીકોડ કરવાની જરૂર

જપ્ત કરાયેલા મોબાઈલ ડીકોડ કરવાની જરૂર છે તો 2 ફોન સાથે 12 ઇલેક્ટ્રોનિક ડીવાઈસ રિકવર કરાયા છે. તપાસ માટે આઇપેડ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ જપ્ત કરાઇ છે. ઉપરાંત ઇડીને લેપટોપ સહિત જપ્ત કરાયેલો મુદ્દામાલ ડીકોડની જરૂર છે.

લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો

તપાસમાં ઘટસ્ફોટ થયો કે લાંચ માટે રૂ.5 - 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો. કાર્યકાળ દરમ્યાન 10 કરોડથી વધુના ભ્રષ્ટાચારની શંકા છે અને તપાસ દરમ્યાન આરોપીનો રોલ સામે આવ્યો છે. ચેતન કણજારીયાએ રૂ.65 લાખ મોરીને ચૂકવ્યાની કબૂલાત કરી છે તો મોરીએ કબૂલાત કરી કે લાંચની 50 ટકા રકમ કલેક્ટરને ચૂકવાતી હતી. 


આ પણ વાંચો----   Vadodara: નામચીન બુટલેગર અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો