અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી રોડ નંબર 5, 8 અને 11 ને કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના બંધ કરી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ રસ્તાઓ બંધ થવાને કારણે અંદાજે 7,000 જેટલા નાના-મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હાઈવે સાથે સીધી કનેક્ટિવિટી ધરાવતા આ મુખ્ય માર્ગો બંધ થવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે વેપાર-ધંધા પર ખૂબ જ માઠી અસર પડી રહી છે અને અનેક એકમો બંધ થવાના આરે પહોંચ્યા છે.


બે મહિનાથી રસ્તાઓ બંધ

રસ્તાઓ બંધ હોવાને કારણે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ ફરજિયાતપણે 5 થી 8 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડી રહ્યો છે. આ વધારાના અંતરને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને સમય બંનેમાં તોતિંગ વધારો થયો છે, જેની સીધી અસર માલસામાનના ભાવ અને ઉત્પાદન પર પડી રહી છે. કઠવાડા GIDC એસોસિએશન દ્વારા મનસ્વી રીતે લેવાયેલા આ નિર્ણય સામે વેપારીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે, ઉદ્યોગોને વેગ આપવાને બદલે રસ્તાઓ બંધ કરીને તંત્ર દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે. વેપારીઓની માગ છે કે સત્વરે આ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે જેથી જીડીસીમાં ફરી ધમધમાટ શરૂ થઈ શકે.

આ પણ વાંચો : Ahmedabad News : સંદેશ રિયાલિટી ચેક, રસ્તા પર જનતા ફસાઈ, કમિશનરના આદેશ છતાં 'સાહેબો' રફુચક્કર!


  • Follow us on: