શહેરના નવરંગપુરા વિસ્તારમાં ધોળે દિવસે આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી રૂપિયા 20 લાખની મતાની ચોરી થવાની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલા ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ પાસે બનેલી આ ઘટનામાં તસ્કરોએ સરનામું પૂછવાના બહાને કર્મચારીનું ધ્યાન ભટકાવી ચોરીને અંજામ આપ્યો હતો.


અમદાવાદમાં નજર ચૂકવી 20 લાખની ચોરી

પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાણીતી આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 20 લાખની રોકડ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકીને પસાર થઈ રહ્યો હતો. જ્યારે તે સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ નજીક હતો, ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા અને કોઈ સરનામું પૂછવાનું નાટક કર્યું હતું. કર્મચારી જ્યારે તેમને રસ્તો બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે તસ્કરોએ નજર ચૂકવી તેની એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી લીધી હતી.

પોલીસ કાર્યવાહી

કર્મચારીને જેવી ચોરીની જાણ થઈ તેણે તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ રેકી કરીને કરવામાં આવેલી ચોરી હોય તેમ જણાય છે. પોલીસે નાકાબંધી કરી તસ્કરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Dahod: ક્રૂઝર ગાડીએ સાયકલ સવાર વૃદ્ધને અડધો કિલોમીટર સુધી ઢસડ્યા, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત


  • Follow us on: