અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વિદેશી દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરી છે. સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે રેડ કરીને ફિલ્મી ઢબે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
વૈભવી ગાડીઓમાં ચાલતી હતી હેરાફેરી
પોલીસની તપાસ દરમિયાન બે વૈભવી ગાડીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જેની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 5447 નંગ જથ્થો જપ્ત કર્યો છે. દારૂ અને ગાડીઓ સહિત પોલીસે કુલ રૂ. 19.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
