અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય સેના દ્વારા વિશેષ આર્મી બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.


દેશભક્તિના ગીતોની રમઝટ

આ કાર્યક્રમમાં ભારતીય સેનાના જવાનોએ શિસ્તબદ્ધ રીતે અલગ-અલગ દેશભક્તિના ગીતો અને લશ્કરી ધૂન પર બેન્ડ વગાડીને અમદાવાદીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આર્મી જવાનોની આ પ્રસ્તુતિએ ઉપસ્થિત લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી હતી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો, ખાસ કરીને યુવાનો સેનાની શિસ્ત અને દેશભક્તિથી પરિચિત થાય તેવો છે.

બે દિવસ સુધી માણી શકાશે પ્રદર્શન

રિવરફ્રન્ટ પર આ આર્મી બેન્ડનું આયોજન 24 અને 25 જાન્યુઆરી એમ બે દિવસ માટે કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આયોજિત આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને જવાનોનું મનોબળ વધારે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમે હજુ સુધી આ અદભૂત નજારો નથી જોયો, તો રવિવારે પણ આ બેન્ડ પ્રદર્શનનો લાભ લઈ શકશો.

આ પણ વાંચો: સરહદે BSFની સતર્કતાથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ શરૂ


  • Follow us on: