ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છ સરહદ પરથી ફરી એકવાર પાકિસ્તાની નાગરિક ઘુસણખોરી કરતા ઝડપાયો છે. સીમા સુરક્ષા બળ (BSF) ના જવાનોએ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સરહદ પરથી આ શખ્સને દબોચી લીધો હતો. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે.
પેટ્રોલિંગ દરમિયાન થઈ ધરપકડ
મળતી માહિતી મુજબ, કચ્છ સરહદ પર પીલર નંબર 1076 અને 1077 પાસે BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ હિલચાલ નજરે પડતા જવાનોએ ઘેરો ઘાલ્યો હતો અને એક પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશતા ઝડપી પાડ્યો હતો.










