અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અમદાવાદ RTO અને ડ્રાઇવિંગ એસોસિએશન દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગના ભાગરૂપે ગોતા સિવિક સેન્ટર ખાતે ટૂ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાને બદલે લોકોને સુરક્ષા સાધનોના મહત્વ વિશે સમજાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાહનચાલકોને હેલ્મેટ આપીને તેમને ફરજિયાત હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી હતી.


રોડ સેફ્ટી ફર્સ્ટ

RTO ના અધિકારીઓ અને ડ્રાઇવિંગ એસોસિએશનના સભ્યોએ આ તકે વાહનચાલકોને ટ્રાફિકના અન્ય નિયમો જેવા કે ઓવર સ્પીડિંગ ટાળવું, સિગ્નલનું પાલન કરવું અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગોતા વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમને શહેરીજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. સત્તાધીશોનું માનવું છે કે આવા જાગૃતિ અભિયાનોથી લોકોની માનસિકતા બદલાશે અને રસ્તાઓ પર થતા જીવલેણ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાશે.

આ પણ વાંચો : Rajkot માં બેંક કર્મચારીઓનો હલ્લાબોલ, 5 દિવસનું વર્કિંગ સપ્તાહ જાહેર કરવા ઉગ્ર માગ

  • Follow us on: