શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં ગત દિવસોમાં બનેલી તોડફોડની ઘટનામાં રામોલ પોલીસે મોટી સફળતા મેળવી છે. એક ઓફિસમાં ઘૂસીને આતંક મચાવનાર મુખ્ય આરોપી સંકેત ચૌધરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુંડાગીરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી.


ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી હતી

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલમાં માધવ સ્કૂલ પાસે આવેલી 'અર્બુદા ડેકોરેટર્સ' નામની ઓફિસમાં આરોપી સંકેત ચૌધરીએ અચાનક ઘૂસીને તોડફોડ કરી હતી. આરોપીએ ઓફિસના ફર્નિચર અને અન્ય સામાનને નુકસાન પહોંચાડી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ હુમલા પાછળ અગાઉની કોઈ વ્યક્તિગત અદાવત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

CCTV ફૂટેજ બન્યા મજબૂત પુરાવો

તોડફોડની આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં આરોપી સ્પષ્ટપણે ગુંડાગીરી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને પોલીસ તપાસમાં આ ફૂટેજ વાયરલ થયા બાદ રામોલ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે સંકેત ચૌધરીને દબોચી લીધો હતો.

આ પણ વાંચો: Vadodara: ડેસરમાં ભાજપમાં ભંગાણના સંકેત, કુલદીપસિંહ રાઉલજી સામે ભાજપના 6 સભ્યોનો મોરચો


  • Follow us on: