શહેરમાં શુદ્ધ મસાલાના નામે અખાદ્ય વસ્તુઓ વેચતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. માધુપુરા માર્કેટમાં આવેલા 'અવિનાશ મસાલા' નામના ગોડાઉનમાંથી શંકાસ્પદ હળદર અને કાજુનો જથ્થો ઝડપાયા બાદ લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ભેળસેળની મોડસ ઓપરેન્ડી
આરોગ્ય અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ, હળદરના સેમ્પલની તપાસમાં તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું છે. આર્થિક લાભ મેળવવા માટે હળદરમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ ઉમેરીને તેની ગુણવત્તા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. હળદર જેવી ઔષધીય વસ્તુમાં આ પ્રકારની ભેળસેળથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી શકે છે.
