અમદાવાદમાં હાલ હીટવેવની ગંભીર અસર જોવા મળી રહી છે. તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત AMTS બસ સ્ટેશનો પર મુસાફરો માટે ખાસ 'મિસ્ટિંગ ફુવારા' લગાવવામાં આવ્યા છે.


બપોરના સમયે ફુવારા દ્વારા મળશે ઠંડક

હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને, જ્યારે ગરમીનું પ્રમાણ સૌથી વધુ હોય છે તેવા બપોરના સમયે આ ફુવારા ચાલુ રાખવામાં આવશે. આ ફુવારા દ્વારા છાંટવામાં આવતા પાણીના ટીપાંથી સ્ટેશન પર રાહ જોઈ રહેલા મુસાફરોને ગરમીમાં થોડી રાહત અને ઠંડકનો અનુભવ થશે.

તબીબોની ચેતવણી હીટ સ્ટ્રોકથી સાવધાન રહો

વધતી જતી ગરમીને કારણે શહેરમાં 'હીટ સ્ટ્રોક' (લૂ) લાગવાનો ખતરો પણ વધ્યો છે. તબીબોએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બપોરે 12:00 થી 4:00વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે તડકામાં નીકળવાનું ટાળવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુમાં વધુ પાણી, લીંબુ શરબત કે છાશનું સેવન કરવું. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ ગરમીની સીધી અસર હેઠળ જલ્દી આવી જતા હોવાથી તેમની વિશેષ કાળજી રાખવી.

આ પણ વાંચો: Ahmedabad: મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ અને ફાયર વિભાગ એલર્ટ

  • Follow us on: