અમદાવાદ શહેરની મેટ્રોપોલિટન કોર્ટ પરિસરમાં આજે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. આ ધમકી બાદ તંત્ર દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મેટ્રોપોલિટન કોર્ટ ઉડાવી દેવાની ધમકી

ધમકી મળતાની સાથે જ ફાયર વિભાગની ૩ ગાડીઓ તાત્કાલિક કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટના દરેક ખૂણે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે.

કોર્ટ પરિસરમાં સાવચેતી

આ પ્રકારની ગંભીર ધમકીને પગલે કોર્ટમાં આવતા વકીલો, પક્ષકારો અને કર્મચારીઓમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. તંત્ર દ્વારા હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ ધમકી કોણે અને ક્યાંથી આપી છે તે દિશામાં ટેકનિકલ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંંચો: Patan: હારીજમાં 26 વર્ષના યુવાનનું અપહરણ કરી ઢોર માર મારતા મોત, જૂની અદાવતમાં હત્યાની આશંકા


  • Follow us on: