અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો નવા ચહેરાઓને સોંપવા માટેની હિલચાલ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને મેયર પદ માટે કયા વોર્ડના કાઉન્સિલર બાજી મારશે તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપ મોવડી મંડળ દ્વારા વિવિધ સમીકરણોને ધ્યાનમાં રાખીને નામોની પસંદગી કરવામાં આવી રહી છે.
મેયર પદ માટેના પ્રબળ દાવેદારો
મેયરની ખુરશી માટે હાલમાં ત્રણ મુખ્ય નામો ચર્ચાના કેન્દ્રમાં છે.હિતેશ બારોટ (થલતેજ વોર્ડ) અગાઉ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેનો અનુભવ ધરાવતા હિતેશ બારોટ રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે.ધરમસી દેસાઈ (બોડકદેવ વોર્ડ) સિનિયોરિટી અને પક્ષમાં મજબૂત પકડને કારણે તેમનું નામ પણ ચર્ચામાં છે.રાજુ ઠાકોર (વેજલપુર વોર્ડ): સામાજિક સમીકરણોના આધારે રાજુ ઠાકોરના નામ પર પણ મહોર વાગી શકે છે.
