ગુજરાતી લોક ગાયક કાજલ મહેરિયાએ લગ્ન કર્યા બાદ વિવાદ વકર્યો હતો. તેનો પરિવાર તેના લગ્નની વિરોધમાં હતો. આ દરમિયાન થોડા સમય પહેલા જ ખુદ કાજલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, મેં મારા ભવિષ્ય માટે જાતે જ નિર્ણય લીધો છે. મારો પહેલો અને છેલ્લો જવાબ આ જ છે. મારા પતિ અલ્પેશ અને તેના પરિવારને ધમકીઓ અપાઇ રહી છે. હવે કોઇ આ વિષય પર બોલશે તો કાયદાકીય કાર્યવાહી થશે. હવે તેના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.
કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો
લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. માંડલ તાલુકાના ડઢાણા ગામમાં કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાજલ મહેરિયાએ આ હુમલાને લઈને આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અગાઉથી જ અમને ધમકીઓ મળતી હતી. આ હુમલાને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે.
