યાત્રાધામ સોમનાથમાં આવતીકાલે વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાશે. સદબાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધિત કરશે. સોમનાથ હેલિપેડથી મંદિર સુધી તેઓ ભવ્ય રોડ શો યોજશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ત્રણ મહાકાય ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.સોમનાથ ખાતેના કાર્યક્રમમાં 60 હજારથી વધુ લોકો ઉમટી પડશે. સોમનાથ હેલીપેડ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. મંદિરમાં યજ્ઞની પૂર્ણાહુતિમાં PM બીડું હોમશે. ધાર્મિક વિધિ બાદ તેઓ જનસભાને સંબોધશે.

અમૃત મહોત્સવને લઈને સમગ્ર દેવભૂમિ ઝગમગી ઉઠી

સોમનાથમાં અમૃત મહોત્સવને લઈને સમગ્ર દેવભૂમિ ઝગમગી ઉઠી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે સોમનાથમાં ભવ્ય લાઈટિંગ કરવામાં આવી છે. મંદિર પરિસર અને રોડ શો રૂટ રંગબેરંગી રોશનીથી સજ્જ કરવામાં આવ્યો છે.શંખ સર્કલ પાસે ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. PMના સ્વાગત માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 11મી મેના રોજ વડાપ્રધાન સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે.આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે.11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે.

વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનીના રોડ શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાગરદર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રૉડ શૉના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Tamil Nadu Politics: TVKના 93 નેતા પહેલીવાર બન્યા MLA,40 પર ક્રિમિનલ કેસ, જાણીલો વિજયના ધારાસભ્ય અંગે