અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં આવેલી એક નોનવેજની દુકાન પર AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. ફૂડ વિભાગની ટીમે તપાસ દરમિયાન એસ.કે. ફ્રાય સેન્ટર નામની આ દુકાનમાં અનહાઈજેનિક ફૂડ અને અતિશય ગંદકી મળી આવતા દુકાનને સીલ કરી દીધી છે.


એસ.કે.ફ્રાય સેન્ટર કરવામાં આવ્યું સીલ

લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે AMC દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. અનહાઈજેનિક પરિસ્થિતિમાં ફૂડનું વેચાણ કરવું એ જાહેર આરોગ્ય માટે જોખમી છે. AMC ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવી અનહાઈજેનિક પ્રવૃત્તિઓ ચલાવતી દુકાનો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad News: NDPSના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને LCBએ ઝડપી પાડ્યો


  • Follow us on: