અમદાવાદમાં ચૂંટણીલક્ષી કામગીરી કરતી મહિલા બૂથ લેવલ ઓફિસરને હેરાનગતિ અને ધમકી આપવા બદલ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના શાહઆલમ વિસ્તારમાં બની હતી. મહિલા BLO પોતાની કામગીરી દરમિયાન જ્યારે ફોર્મ ભરવાની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ તેમની સાથે માથાકૂટ કરી હતી. ફરિયાદ મુજબ આ સ્થાનિકે મહિલા BLO સાથે ગાળાગાળી કરી અને તેમને ગંભીર ધમકી આપી હતી.


ફોર્મને લઇ સ્થાનિકે મહિલા સાથે માથાકૂટ કરી હતી

આરોપીએ મહિલા BLOને સ્પષ્ટ ધમકી આપી હતી કે જો મારું ફોર્મ ન ભર્યું તો હું અહીંયા કામ નહીં કરવા દઉં. આ પ્રકારની કામગીરીમાં અવરોધ અને ધમકીને કારણે મહિલા BLO એ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલા BLOની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવા માટે પોલીસ પગલાં લઈ રહી છે.

આ પણ વાંચો: Ahmedabad News: આતંકી અહેમદ સૈયદે જ સંગઠન બનાવવા ષડયંત્ર રચ્યું, ત્રણ યુવકોને શપથ લેવડાવી આતંકી પ્રવૃત્તિમાં જોડ્યા



  • Follow us on: