અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે કાર્યવાહી કરીને સોનાની દાણચોરી કરતા એક મુસાફરને ઝડપી પાડ્યો છે. મલેશિયાથી આવેલા આ મુસાફરે અત્યંત ચાલાકીપૂર્વક પોતાના કપડામાં સોનું છુપાવ્યું હતું, પરંતુ કસ્ટમ અધિકારીઓની સતર્કતાને કારણે તે પકડાઈ ગયો છે.
જીન્સના ખિસ્સામાં છુપાવી હતી સોનાની પેસ્ટ
ઘટનાની વિગતો મુજબ, મલેશિયાના કુઆલાલુમ્પુરથી અમદાવાદ આવેલી ફ્લાઇટના મુસાફરોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ અધિકારીઓએ તેને અટકાવી તેની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુસાફરે પોતે પહેરેલા જીન્સના પેન્ટમાં એક ગુપ્ત ખિસ્સું (ચોરખાનું) બનાવ્યું હતું.આ ખિસ્સામાં તેણે સોનાને પેસ્ટ ફોર્મમાં છુપાવી રાખ્યું હતું જેથી મેટલ ડિટેક્ટરમાં આસાનીથી બચી શકાય.










