અમદાવાદમાં નશાના કારોબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી અને સપાટો બોલાવતી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ અને થલતેજ વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા ગેરકાયદેસર હુક્કાબાર પર SMCની ટીમોએ ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મેગા રેડને પગલે લક્ઝુરિયસ કાફે અને હુક્કાબાર ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સિંધુભવન અને થલતેજના શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા
મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાઇપ્રોફાઇલ વિસ્તારોમાં નિયમો વિરુદ્ધ નિકોટીનયુક્ત હુક્કાબાર ચાલતા હોવાની ચોક્કસ બાતમી ઉચ્ચ અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે SMCના વડાની સૂચનાથી અલગ-અલગ કુલ ૬6ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ તમામ ટીમોએ એકસાથે સિંધુભવન અને થલતેજના શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કાફેમાં ગેરકાયદેસર રીતે પીરસવામાં આવતો ઝેરી નિકોટીનયુક્ત ફ્લેવરની ચકાસણી કરાઇ હતી
