ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) સતર્ક બની છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં SMCની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને અત્યંત મોંઘો ગણાતો 'હાઈબ્રિડ ગાંજો' ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત લાખોમાં છે તેવો જથ્થો પકડાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.
વાસણા વિસ્તારમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો
SMC એ વાસણા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને કુલ ₹41.50 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. સામાન્ય ગાંજા કરતા અનેકગણો નશો અને વધુ કિંમત ધરાવતો આ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.










