રીબડાના યુવાન અમિત ખૂંટ આપઘાત કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા રાજદીપસિંહ જાડેજાને કાયદાકીય રાહત મળી છે. ગોંડલ કોર્ટ દ્વારા રાજદીપસિંહના જામીન મંજૂર કરવામાં આવ્યા છે, જેને પગલે હવે તેઓ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે.
રીબડાના યુવાન અમિત ખૂંટ આપઘાત કેસ
રીબડા ગામના રહેવાસી અમિત ખૂંટ નામના યુવકે આપઘાત કરી લેતા સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે મોટો હોબાળો મચ્યો હતો. આ કેસમાં આપઘાત માટે મજબૂર કરવાના આક્ષેપો સાથે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા રાજદીપસિંહની ધરપકડ કરી હતી અને ત્યારથી તેઓ જેલના સળિયા પાછળ હતા.
