ખેડા જિલ્લાના સેવાલિયા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે (FS) લાલ આંખ કરી છે. સ્થાનીક ખેડા ખાણ-ખનીજ વિભાગની રહેમનજર હેઠળ ધમધમતી આ ગેરકાયદે માઈન્સ પર દરોડા પાડીને કરોડોના મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.
ગેરકાયદે ખનન પર ગાંધીનગરથી દરોડો
ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડને બાતમી મળી હતી કે સેવાલિયાના રુસ્તમપુરા વિસ્તારમાં લાખા ભરવાડ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું છે. દરોડા દરમિયાન ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે આ ખનન કોઈ નાના પાયે નહીં પરંતુ અંદાજે 800-900 મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું. કાર્યવાહીમાં જપ્ત કરાયેલ સાધનોમાં 03 હિટાચી મશીન,01 હિટાચી બ્રેકર મશીન, 01 ટ્રેક્ટર કોમ્પ્રેસર મશીન આ તમામ મશીનો હાલ સેવાલિયાની જનતા ક્વોરી ખાતે સીઝ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
