શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એક્શન મોડમાં આવ્યું છે. SOGની ટીમે બાપુનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડીને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા 

SOGની ટીમે બાપુનગર સ્થિત મણીલાલ મથુરદાસની ચાલી અને સત્યમ ફ્લેટમાં ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસને 8 કિલો 142 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપાયેલા માલની કિંમત અંદાજે ₹4,12,000 થી વધુ હોવાનું આંકવામાં આવ્યું છે.પોલીસે સ્થળ પરથી મોહંમદ તાહીર ભુરજી, કરણ કોકુલવાર  બે આરોપીઓની ધરપકડ કરી છે, 

આગામી કાર્યવાહી

ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના અન્ય કયા વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં SOG દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: સારોલીમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો